ગોધરા તાલુકાના રતનપુર રેલીયા ગામે કેનાલ પાસે બાઈક સ્લીપ ખાઈ જતાં ચાલકનું મોત

ગોધરા,

ગોધરા તાલુકાના રતનપુર ગામે રેલીયા કેનાલથી આગળ રોડ ઉપર બાઈક ચાલક પુરઝડપે પસાર થતો હોય રોડ ઉપર સ્લીપ ખાઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા તાલુકાના રતનપુર રેલીયા કેનાલથી આગળ રોડ ઉપર થી બાઈક નંબર જીજે.17.સીડી.2821ના ચાલક પોતાનું બાઈક પુરઝડપે હંકારી જતા હોય દરમિયાન બાઈક સ્લીપ ખાઈ જતા બાઈક ચાલક શૈલેષભાઈ રમણભાઈ પટેલ પડી જતાં માથામાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી.માં ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.