ગોધરા તાલુકાના રામપુરા ગૃપ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનાના કામોમાં મશીનથી થતા કામો.

વહીવટી મંજુર પહેલા પેવર બ્લોકના કામો કાગળ ઉપર પુરા.

ગોધરા, ગોધરા તાલુકાના રામપુરા ગૃપ ગ્રામ પંચાયતમાં છેલ્લા ધણાં સમયથી મનરેગા યોજનાના કામોમાં જોબકાર્ડ ધારક શ્રમજીવીઓને રોજગારી પુરી પાડવાની જગ્યાએ મશીનો દ્વારા કામ કરી સરકારનો રોજગારી ઉભી કરવાનો ઉમદા હેતુ ઉપર પાણી ફેરવવામાં આવી રહ્યું છે.

ગોધરા તાલુકાના રામપુર ગૃપ ગ્રામ પંચાયત વિસ્તારના શિવપુરી સહિતના ગામોમાં વિકાસલક્ષી કામોમાં રાજકીય વ્યકિતઓ તેમજ અધિકારીઓના મેળાપીપણામાં સરકારી યોજનાના નાણાંનો વેડફાઈ રહ્યા છે. રામપુર ગૃપ પંચાયત દ્વારા રસ્તાના વેપર બ્લોક કામોની વહીવટી મંજુરી મળે તે પહેલા કાગળ ઉપર પૂર્ણ કરી દેવાય છે. મનરેગા યોજના અંતર્ગત કામોમાં જોબકાર્ડધારક શ્રમજીવીઓને ધર આંગણે રોજગારી પુરી પાડવાના હેતુ હોય પરંતુ રામપુર પંચાયત દ્વારા મનરેગા યોજના અંતર્ગતના વિકાસના કામો જોવાં કે, પાણીની સુવિધા માટે કુવાના કામો, માટી મેટલના રસ્તાના કામોમાં જોબકાર્ડ ધારધ શ્રમજીવીઓને રોજગારી પુરી પાડવાના સ્થાને આવા કામોમાં કોન્ટ્રાકટરો દ્વારા કરાવી મશીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આંમ, ગ્રામ પંચાયત વિસ્તારોમાં મનરેગા યોજનામાં જોબકાર્ડધારક શ્રમજીવીઓને રોજગારી પુરી પાડવાની યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. અનેકવાર મનરેગા યોજનાના કામો જોબકાર્ડ ધારકોને રોજગારી નહિ ફાળવી મશીન દ્વારા કામો કરવા અંગે રજુઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી.