ગોધરા તાલુકાના રામપુરા ગામે મેશરી નદીમાં જુગાર રમતા 11 જુગારીયાને સ્ટેટ મોનીટરીંગ સેલ ઝડપ્યા

ગોધરા,ગોધરા તાલુકાના રામપુરા ગામ નજીક પસાર થતી મેશરી નદીના પટમાં મોટી સંખ્યામાં ભેગા થઈને જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન 11 ઈસમોને 1.86 લાખ રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાંં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના રામપુરા ગામ નજીક મેશરી નદીના પટમાંં મોટી સંખ્યામાં ઈસમો ભેગા થઈને જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન ફારૂક ઉર્ફે બાબુ મોહમંદ ભોલ જે જુગાર રમાડનાર મુખ્ય આરોપી ચમન મુલચંદાણી, થાવરદાસ ડુંગરલાલ કમલાણી, ઈકરામ અહેમદ કડિયા, મોહસીન હસિન મીઠા, પ્રકાશ નારણ યોગી, વિક્રમ રતીલાલ મહેતા, મોહમંદ સફિલ મોહમદ હનિફ, ઈલ્યાસ મુર્તુઝ મીર્ઝા, વનીલ અરજણદાસ પંંજાબી, રૂપચંદ ઈશ્ર્વરચંદ તારાણીને ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થળ ઉપરથી રૂા.1.03 લાખ રોકડા, 13 મોબાઈલ ફોન કિમત 62,500/-, બે વાહનો 20,000/-રૂપીયા મળી કુલ 1.86 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.