ગોધરા તાલુકાના રામપુર જોડકા ગામેથી 3 જુગારીયાને વેજલપુર પોલીસે ઝડપ્યા

ગોધરા, ગોધરા તાલુકાના રામપુર જોડકા ગામે લીમડા ફળીયામાં ધરના પાછળના ભાગે જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેડ કરી 3 જુગારીયાને 1240/-રૂપીયાની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના રામપુર જોડકા ગામે લીમડા ફળીયામાં ધરની પાછળ લાઈટના અજવાળે જુગાર રમતા હોય તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન અક્ષર દિલીપભાઈ સોલંકી, રાકેશ હિંમતભાઈ સોલંકી, ગોવિંદ ફતેસિંહ ચૌહાણને ઝડપી પાડયા હતા અને ઝડપાયેલ ઈસમોની અંંગઝડતી અને દાવ ઉપરથી 1240/-રૂપીયા રોકડા જપ્ત કરવામાં આવ્યા. આ બાબતે વેજલપુર પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.