ગોધરા,
ગોધરા તાલુકાના પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને એલ.સી.બી.પોલીસે ઝડપી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબીશન ગુન્હામાં વોન્ટેડ આરોપી પંકજ ગોવિંદભાઈ લબાના (રહે. બાધેલા સીમલવાડા, રાજસ્થાન) છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો આરોપી હોય આરોપી અંગે એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, પંકજ લબાના ગુજરાતના બોટાદના સારંગપુર ખાતે જઈ રહ્યો છે. તેવી બાતમીના આધારે વોચ ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીને તાલુકા પોલીસ મથકે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો.