- જાતિના ખોટા પ્રમાણપત્ર ઉભા કરી સરકારી કચેરીઓને ગેરમાર્ગે નોંધ પ્રમાણિત કરાવવાનું ષડયંત્ર સામે આવ્યું.
ગોધરા, ગોધરા તાલુકાના પોપટપુરા ગામની રે.સ.નં.73/1પૈકી/1પૈકી 2 વાળી ખેતીની જમીન પૈકીની વચલા ભાગની હે.આ.પ્ર.આ.0.10-12 જમીન વિધવા પાસેથી વેચાણ લઈ વેચાણ અંગે પાડેલ ફેરફાર નોંધ નં.3728 તા.15/05/2013માં સર્કલ ઓફિસર ગોધરા એ નામંજુર કરતા અરજદાર અબ્બાસ સુલેમાનજી ગુલામ હુસેનવાલાએ નાયબ કલેકટર ગોધરા પ્રાંત કોર્ટ દ્વારા 30/01/2020ના હુકમથી અરજદારની અપીલ નામંજુર કરતાં હુકમથી નારાજ થઈ વકીલ મારફતે જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરાની કોર્ટમાં ડીવીઝન અરજી દાખલ કરેલ હતી. જેમાં જીલ્લા કલેકટર દ્વારા નાયબ કલેકટર ગોધરા પ્રાંત હુકમ નં.આર.ટી.એસ.અપીલ નં.198/2016 તા.30/01/2020ના નિર્ણયમાં હસ્તક્ષેપ નહિ કરી રીવીઝન અરજી નામંજુર કરાઈ.
ગોધરા તાલુકાના પોપટપુરા ગામના રે.સ.નં.73/1 પૈકી 1 પૈકી વાળી ખેતી જમીન પૈકીનો વચલો ભાગ હે.આ.પ્ર.આ.0.10-12 જમીન મંંગીબેન હિંમતભાઈની વિધવા વિગેરે પાસેથી વેચાણ રાખતા વેચાણ અંગેની ફેરફાર નોંધ નં.3728 તા.15/05/2013 સર્કલ ઓફિસર ગોધરાએ નાયબ કલેકટર ગોધરા પ્રાંત કોર્ટમાં અપીલ દાખલ કરેલ નાયબ કલેકટર ગોધરા પ્રાંત ગોધરા એ હુકમ નં.આરટીએસ/અપીલ નં.198/2016 તા.30/01/2020માં અરજદારની અપીલ નામંજુર કરેલ જે નિર્ણય થી નારાજ થઈ અરજદારે વકીલ મારફતે જીલ્લા કલેકટર પંંચમહાલ ગોધરાની કોર્ટમાં 17/03/2020માં રીવીજન અરજી દાખલ કરેલ છે. મોજે પોપટપુરા ગોધરાના રે.સ.નં.73/1 પૈકી 1 પૈકી2 ક્ષેત્રફળ હે.આર.પ્ર.આ.2-11-44 પૈકી વચલા ભાગના ક્ષેત્રફળ હે.આ.પ્ર.0-10-12 જમીન મંંગીબેન તે હિંમતભાઈની વિધવા તથા જશવંતભાઈ લેંબુડાભાઈએ રજીસ્ટર્ડ દસ્તાવેજ નં.4223 તા.15/06/2010 થી અબ્બાસ સુલેમાનજી ગુલામ હુસેનવાલા વિગેરે 8 ને વેચાણ કરેલ તેની વેચાણ અંગેની ફેરફાર નોંધ નંં.3728 તા.15/05/2013 નારોજ દાખલ થયેલ સદર નોંધ રજીસ્ટર્ડ દસ્તાવેજ ચુંંટણીકાર્ડમાં અટક દર્શાવેલ નથી. મતદાર યાદીથી ખાતરી કરતાં ડામોર અટક લખેલ હોવાની વાદગ્રસ્ત નોંધ સર્કલ ઓફિસર દ્વારા નામંજુર કરવામાં આવેલ તે નિર્ણયથી નારાજ થઈ અરજદારે નાયબ કલેકટર ગોધરા પ્રાંત ગોધરાની કોર્ટમાં અપીલ કરતાં નાયબ કલેકટર પ્રાંત ગોધરા દ્વારા હુકમ નં. આર.ટી.એસ.અપીલ નં.198/2016 તા.30/01/2020 થી બિનખેડુત અંંગે મળેલ રજુઆતોના આધારે મામલતદાર અને કૃષિપંચ ગોધરા એ વિવાદિત પતિ અલી અસગર યુસુફી બાલુવાલા વારસાગત ખેડુત છે કેમ ? તેની તપાસ કરવા જણાવેલ તે આધારે કૃષિપંચ ગોધરાએ તપાસ કરી નિયમોનુસાર નિર્ણય કરી કલેકટર પંચમહાલ ગોધરાને રીવીજન અંગે મોકલવામાં આવેલ જેથી કૃષિપંચ અને મામલતદાર ગોધરાના હુકમને કલેકટર દ્વારા રીવ્યુ કરવામાં ન આવે ત્યાં સુધી સર્કલ ઓફિસરના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવો ઉચીત ન હોવાનું જણાવી અરજદારની અરજી નામંજુર કરેલ પરંતુ અરજદાર દ્વારા વેચાણ રાખનાર પૈકી અબ્બાસ સુલેમાનજી ગુલામહુસેનવાલા ગોધરાના સ.નં.467/2/1/1 ખાતા નં.14234 થી ખેતીની જમીન ધારણ કરતા હોવા અંંગે તેઓના તા.26/07/2022ના પત્ર નં.IORA/21/17/34/284/2022 તથા હકીમ સુલેમાન ગુલામ હુસેનવાલા ગોધરા શહેરના સર્વે નં.467/1/1 ખાતા નં.14234 થી ખેતીની જમીન ધારણ કરતા હોવા અંગે નાયબ કલેકટર પ્રાંત ગોધરા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આપેલ જેની નકલ અત્રેની કોર્ટમાં રજુ થયેલ છે. વેચાણ રાખનાર પૈકી અન્ય સહ કબ્જેદારોના ખેડુત હોવાના પ્રમાણપત્ર રજુ થયેલ નથી. તથા નાયબ કલેકટર પ્રાંત ગોધરા એ બિનખેડુત હોવા અંંગેની તપાસ કરવા મામલતદાર અને કૃષિપંચને સોંંપવામાં આવેલ તેની આખરી નિકાલની તેમજ હાલની પરિસ્થિતી અંગે અરજદાર દ્વારા જરૂરી પુરાવા રજુ કરેલ નથી. માટે અરજદારની અરજી ગ્રાહ્ય રાખવા પાત્રતા નથી. વધુમાં નાયબ કલેકટર પ્રાંત ગોધરા એ તેઓના તારણમાં જણાવ્યા મુજબ તાલુકા વિકાસ અધિકારી ગોધરા દ્વારા તા.21/10/2016 થી આપવામાં આવેલ પ્રમાણપત્ર ક્રમાંંક : 55500/2016માં બારીયા જશવંતભાઈ લીંબુભાઈ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવે છે. જેની નોંધ મંજુર કરવા પાત્ર હ તી. તેમ જણાવેલ પરંતુ બારીયા જશવંતભાઈ લીબુભાઈને તાલુકા વિકાસ અધિકારી ગોધરા તા. 28/10/2016ના પ્રમાણપત્રથી જીલ્લા વિકાસ અધિકારી ગોધરા પાસે ખરાઈ કરવા આપવામાં આવેલ પ્રમાણપત્ર અત્રેના તા.30/05/2023ના પત્ર નં.હકપ/વશી/4084/2023 જણાવેલને સંંદર્ભે તાલુકા વિકાસ અધિકારી પત્ર નં.તા.5/રજસ/વશી/1313/2023 તા. 30/06/2023માં જણાવ્યા મુજબ જસવંતભાઈ લીબુભાઈ બારીયા નામની સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પ્રમાણપત્ર માટે અરજી મળેલ હતી. તેની નોંધ તેઓના રજસ્ટ્રર ક્રમાંક નં. 2929 મળેલ છે. સદર રજીસ્ટર અરજી પરત કર્યાની નોંધ તેમજ અધિકારી કે અરજદારની નહિ મળી આવેલ ન હતી. તેની તપાસ કરતી જાતિનુંં પ્રમાણપત્ર તેઓની કચેરી દ્વારા આપવામાં આવેલ નથી. માટે અત્રેની તેમજ નીચલી કોર્ટ સમક્ષ રજુ થયેલ પ્રમાણપત્ર બનાવતી ઉપજાવી કાઢેલ હોવાનું જણાય આવે છે. જાતિના ખોટા પ્રમાણપત્ર ઉભા કરી કચેરીઓમાં રજુ કરવા સકારી કચેરીઓને ગેરમાર્ગે દોરી ખોટા પ્રમાણપત્રના આધારે નોંધ પ્રમાણિત કરાવવા માટે જવાબદાર ઈસમોને શોધવા તપાસ કરી જરૂરી જણાય છે. તપાસના અંતે સદર બાબત એસ.આઈ.ટી.માં લેવા પાત્ર જણાય છે કેમ ? વાદગ્રસ્ત જમીનના અન્ય હિસ્સા અંગેની પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય તબદીલ થયેલ જણાય તો શરતભંગની દરખાસ્ત સાથે નાયબ કલેકટર પ્રાંત ગોધરાને અહેવાલ રજુ કરવાનો રહેશે.
તા.30/01/2020ના હુકમ નં.આરટીએસ/અપીલ નંં.198/2013ના હુકમ અન્વયે જાણ તેમજ અત્રે રજુ થયેલ જાતિના ખોટા પ્રમાણપત્ર ઉભા કરી કચેરીઓમાં રજુ કરવા સરકારી કચેરીઓને ગેરમાર્ગે દોરી ખોટા પ્રમાણપત્ર આધારે નોંધ પ્રમાણીત કરવા માટે જવાબદાર ઈસમોને શોધવા તપાસ કરવી જરૂર જણાય છે. તપાસના અંતે સદર બાબત એસ.આઈ.ટી.માં લેવા પત્ર જણાય છે કે કેમ ? વાદગ્રસ્ત જમીન અન્ય હિસ્સા અંંગેની પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય તબદીલ થયેલ હોવાનુંં જણાવતો શરત ભંગની દરખાસ્ત કરી સાથે અહેવાલ રજુ કરવા જણાવવામાં આવે છે.