ગોધરા, ગોધરા તાલુકાના પોપટપુરા ગામના સર્વે નં.73 વાળી આદિવાસીઓની 73 એએની નિયંત્રણોવાળી જમીન સક્ષમ અધિકારીની પરવાનગી વગર બારોબાર રજીસ્ટર દસ્તાવેજથી વેચાણ કરી ફેરફાર નોંધ માટે મામલતદારમાંં કાગળો રજુ કરતાં આ 73 એએ વાળી જમીનમાં શરત ભંગ થયેલ હોય જેથી અહેવાલ તૈયાર કરી વેચાણ દસ્તાવેજ રદ કરવાના 2019 સુચનો કરવામાં આવેલ હોય તેમ છતાં ગોધરા મામલતદાર કચેરીમાં અહેવાલ તૈયાર કરવામાં પાંંચ વર્ષ જેટલા લાંબા સમય પસાર કર્યા હાલ ફેરફાર નોંધની રિવ્યુ પેન્ડી હોય ત્યારે શરતભંગનો અહેવાલ તૈયાર કરાશે ખરો ?
ગોધરા તાલુકાના પોપટપુરા ગામના સર્વે 73/1 પૈકી / 4 પૈકી /(930)વાળી જમીન આદિવાસીઓની હોય અને 73 એએની નિયંત્રણો ધરાવતી હોય તેમ છતાં 2/2/2019માં આ જમીન રજી. વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો. વેચાણ દસ્તાવેજના આધારે વેચાણ નોંધ પાડવામાં આવી હતી. અરજદારે વેચાણ દસ્તાવેજ નકલ, ઈન્ડેકસ નકલ 7/12 અને 8-અ ફેરફાર નોંધ 135-ડીની નોટીસ સાથે ગોધરા મામલતદારમાં ફેરફાર નોંધ માટે કાગળો રજુ કરતાં ગોધરા મામલતદાર ગોધરાની તપાસમાં ફેરફાર નોંધ નં.1158 તા.20/4/82માં કલમ 73 એએની નિયંત્રણો લાગેલ હોય સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર આદિવાસીની જમીનનું વેચાણ થયેલ હોય જેથી નોંધ નામંજુર કરાઈ હતી અને શરતભંગની દરખાસ્ત તૈયાર કરી સર્કલ ઓફિસરને સુચન કરવામાંં આવ્યું હતું. તેમ છતાં સર્કલ ઓફિસર દ્વારા 2019ની અત્યાર સુધી રજી. દસ્તાવેજ રદ કરવા માટેની દરખાસ્ત તૈયાર નહિ કરવામાં આવતાંં પાંચ વર્ષથી શરત ભંગની કાર્યવાહી અટકી પડી છે અને હાલ ફેરફાર નોંધની અરજી રિવ્યુમાં પડેલ છે. ત્યારે મહેસુલ વિભાગ સાંંઠગાંઠ છતી થઈ રહી છે.