ગોધરા તાલુકાના પોપટપુરા ગામની સર્વે નં.73 અને 73 પૈકીની 73 એએના નિયંત્રણોવાળી જમીન વેચાણ દસ્તાવેજવાળી જમીનો સામે કાર્યવાહી કરવામાં બીજા પાંચ વર્ષ નિકળશે ???

ગોધરા, ગોધરા તાલુકાના પોપટપુરા ગામે આવેલ રે.સ.નં.73 વાળી તેમજ પૈકીની જમીનો જે 73 એએના નિયંત્રણવાળી હોવા છતાં પણ અગાઉ વેચાણ દસ્તાવેજ થયેલ છે. ત્યારે સર્વે નં.73 અને 73 પૈકી વાળી જમીનોમાં પડેલ વેચાણ નોંધની પણ તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે.

ગોધરા તાલુકાના પોપટપુરા ગામે આવેલ રે.સ.નં.73 અને પૈકીવાળી જમીનો આદિવાસીઓની 73 એએના નિયંત્રણોવાળી હોય તેમ છતાં આ જમીનો માટે સક્ષમ અધિકારીઓની મંજુરી વગર રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ થયેલ છે. સર્વે નં.73વાળી જમીનમાં નોંધ માટે અરજદાર દ્વારા મામલતદાર ગોધરામાં વેચાણ દસ્તાવેજ, ઇન્ડેકસ નકલ 7/12, 8(અ) તથા 135 ડીની નકલ સાથે મુકવામાં આવતાં મામલતદાર ગોધરા દ્વારા નોંધ નામંજુર કરી 73 એએની જમીનમાં શરતભંગની કાર્યવાહી કરવાનો અહેવાલ તૈયાર કરી રજી.દસ્તાવેજ રદ કરવાની કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો હતો. તે પાંચ વર્ષ બાદ પણ દસ્તાવેજ રદ કરવાનો અહેવાલ તૈયાર કરવામાં મહેસુલ વિભાગના અધિકારી, કર્મચારીઓ કાર્યવાહી કરી નથી. ત્યારે હવે માત્ર સર્વે નં.73 નહિ પરંતુ 73 પૈકીની જમીનો પણ આદિવાસી 73 એએના નિયંત્રણોવાળી હોય ત્યારે તમામ જમીનમાં પડેલ નોંધની પણ તપાસ થાય તેમજ શરત ભંગની કાર્યવાહી ગોધરા તાલુકા મામલતદાર કચેરી દ્વારા થાય છે. કેમ તે જોવું રહ્યું આમ પણ મહેસુલ વિભાગમાં ચાલતી લાલીયાવાડીથી આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે.