ગોધરા, ગોધરા તાલુકાના પીપળીયા ગામે રહેતા આરોપીઓ ફરિયાદીના ધરે આવી અમે જમીન વેચાણ કરેલ છે. તેના દસ્તાવેજમાં સહી કેમ કરતો નથી. તેમ ઉશ્કેરાઈ જઈ લાકડી ફરિયાદીના માથામાં મારી ઈજાઓ કરી તેમજ અન્ય આરોપીએ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંઘવા પામી છે.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના પીપળીયા ગામે રહેતા પ્રવિણભાઇ સોમાભાઈ ખાંટ પોતાના ધરે ઉંધી રહ્યા હતા. ત્યારે આરોપી નાથીબેન જવસંતભાઇ ખાંટ આવીને જણાવેલ કે, ગામમાં રહેતા અમરાભાઇ વણકરને જમીન વેચાણ કરે છે. તે જમીનના દસ્તાવેજમાં સહી કરવાની કેમ ના પાડે છે. જેથી પ્રવિણભાઈએ કે મારી જમીન વેચાણ કરી હતી. તેના દસ્તાવેજમાં તમે પણ સહી કરવાની ના પાડી હતી. જેથી હુંં પણ દસ્તાવેજમાં સહી નહી કરું તેમ કહેતા નાથીબેન ખાંટ ઉશ્કેરાઈ જઈ હાથમાં રાખેલ લાકડી પ્રવિણભાઇના માથામાં મારી ઈજાઓ પહોંચાડી હતી. તે વખતે બુમાબુમ થતાં અન્ય આરોપીઓ રયજીભાઇ સોમાભાઇ ખાંટ, જસવંતભાઇ પરવતભાઇ ખાંટ, ભરતભાઇ રયજીભાઇ ખાંટ ધરેથી લાકડીઓ લઈ દોડી આવી ગાળો આપી પ્રવિણભાઇને બરડામાં લાકડીઓ મારી તેજ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.