નદીસર, ભારત સરકાર ના વિવિધ જનવિકાસ લક્ષી કાર્યક્રમો અને વિવિધ કાર્યોને લઈને આગામી 2047 સુધી ભારતને વિશ્વભરમાં વિકસિત રાષ્ટ્ર નિર્માણ કરવાના નિર્ધાર સાથે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગોધરા તાલુકાના ગોઠડા (ટીંબા) ખજૂરી (ન) તેમજ નદીસર ખાતે યોજવામાં આવી હતી. જેમાં સરકારના વિવિધ જનવિકાસલક્ષી કાર્યક્રમોની લોકોને સમજણ આપવામાં આવી હતી અને લાભાર્થી ઓને તે યોજના અંતર્ગત મળતા લાભો ઝડપ થી મળે તે અંગે સ્થળ પર જ સ્ટોલ ઉભા કરીને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી પ્રાંત અધિકારી ગોધરા, ટીડીઓ ગોધરા, એ.પી.એમ.સી. વાઇસ ચેરમેન કિરીટસિંહ ઠાકોર, તાલુકા પંચાયત સભ્ય રાધાબેન, પૂર્વ જીલ્લા પંચાયત સભ્ય ગોપાલભાઈ પટેલ સહિત ગ્રામ પંચાયતના સરપંચો, સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.