ગોધરા તાલુકાના ઓરવા ગામે રહેતી 35 વર્ષિય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ધરમાં હાર્પિકની બોટલ પી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના ઓરવાડા ગામે રહેતી દેવિન્દ્રાબેન પ્રકાશકુમાર પરમાર(ઉ.વ.35)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ધરમાં હોય ત્યારે ટોયલેટમાં નાંખવાની હાર્પિક બોટલ પી જતાં દવા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.