ગોધરા તાલુકાના ઓરવાડાના પીપળીયા ફળીયામાં ખેતરમાંં જતાં યુવક ઉપર દિપડાએ હુમલો કરતાં સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો

ગોધરા,ગોધરા તાલુકાના ઓરવાડા ગામે પીપળીયા ફળીયામાં રહેતા યુવક ખેતરમાં જતો હતો. દરમિયાન દિપડાએ પાછળથી હુમલો કરી યુવકના પગના ભાગે ઈજાઓ પહોંચાડતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

ગોધરા તાલુકાના ઓરવાડા ગામે પીપળીયા ફળીયામાં રહેતો યુવક પોતાના ધરેથી ખેતરમાં જવા નિકળેલ હતો. દરમિયાન ખેતરના રસ્તા ઉપર દિપડાએ પાછળથી હુમલો કરીને યુવકના પગના ભાગે ઈજાઓ પહોંચાડતા દિપડાના હુમલામાંં ઈજાગ્રસ્ત યુવકને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. ઓરવાડા ગામે દિપડાના હુમલાની ધટનાથી ગ્રામજનોમાંં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે. દિપડો અન્ય કોઇ વ્યકિત કે પશુઓને નુકશાન કરે તે પહેલા દિપડાને પાંજરે પુરવા માંગ કરવામાં આવી છે.