ગોધરા તાલુકાના ઓરવાડા ગામે ડીવાઈડર કુદી ટ્રક સામેના રસ્તા ઉપર ઈકોને ટકકર મારી ચાલકને ઈજાઓ પહોંચાડી

ગોધરા,ગોધરા તાલુકાના ઓરવાડા ગામે હાઈવે રોડ ઉપર ફરિયાદની ઈકકો ગાડી લઈને વડોદર થી ગોધરા આવતા હોય ઈકકોમાં મુસાફરો બેસાડેલ હતા અને હાઈવે રોડ ઉપર આવતા હોય દરમિયાન સામેથી આવતી ટ્રકના ચાલકે ડીવાઈડર કુદાવી પોતાની સાઈડ ઉપરર પસાર થતી ઈકકો ગાડીને અકસ્માત સર્જી ચાલકને ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ મુસાફરોને ઈજાઓ પહોંચાડી ગુનો કરી વાહન મુકી નાશી જતાં ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ઓરવાડા ગામે હાઈવે રોડ ઉપર વડોદર ગામે રહેતા ગિરવતસિંહ ઠાકોર પોતાની ઈકકો ગાડી નં.જીજે.17.સીએ.3696 લઈને ગોધરા આવવા નિકળેલ હતા અન્ય મુસાફરો બેસાડી વડોદર થી સંતરોડ લઈ ગોધરા આવતા હતા. ત્યારે ઓરવાડા ગામ પાસે સામેના રોડ ઉપરથી આવતી ટ્રક નં.જીજે.17.વાય.9277ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી ટ્રકને સામેની સાઈડથી ડીવાઈડર કુદાવી ટ્રકને પુરઝડપે ઈકકો ગાડીને અથડાવી દેતાં ઈકકો ચાલક ગિરવતસિંહને બન્ને પગ અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી તેમજ ઈકકોમાં બેઠેલ મુસાફરોને નાની મોટી ઈજાઓ કરી ટ્રક ચાલક પોતાનુંં વાહન સ્થળ ઉપર મુકી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.