ગોધરા તાલુકાના ઓરવાડા ગામે રસ્તો ઓળંગી રહેલા રાહદારીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લઈને મૃત્યુ નિપજાવ્યું

ગોધરા,ગોધરા તાલુકાના ઓરવાડા ગામે રહેતા બળદેવકુમાર નાનુસિંહ પટેલે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓની ગોધરા તાલુકાના ઓરવાડા ગામે દુકાન આવેલી છે,ત્યારે ગત 2 તારીખે રાત્રિના સમયે તેઓ પોતાની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેઓના નાના ભાઈ ગોપાલસિંહ પટેલ ઓરવાડા ગામેથી પસાર થતો મુખ્ય હાઇવે ઓળંગી રહ્યા હતા. તે વેળાએ પૂરપાટ ઝડપે પસાર થતા અજાણ્યા વાહનચાલકે ગોપાલસિંહને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગે તેમજ હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજયું. બીજી તરફ અક્સ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. ગોધરા તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.