ગોધરા, ગોધરા તાલુકાના નવીધરી ગામે રહેતા 58 વર્ષીય વ્યકિત એકટીવા ઉપર થર્મલ પાવર સ્ટેશન ખાતે શાકભાજી માર્કેટ માંથી શાકભાજી લઈને નવીધરી ગામે આવી રહ્યા હતા. ત્યારે બાઈક ચાલકે એકટીવાને ટકકર મારી ચાલકને ગંભીર ઇજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના નવીધરી ગામે રહેતા પ્રભાતભાઇ રામાભાઇ સેનવા ઉ.વ.58 પોતાની એકટીવા નંં.જીજે.17.બીઓ.3508 લઈને વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા અને શાકભાજી લઈ ધરે પરત આવતા હતા. ત્યારે નવીધરી ગામે નાળા પાસે વળાંકમાં બાઈક નં.જીજે.17.બીએફ.8939ના ચાલકે પોતાનુંં વાહન પુરઝડપે હંકારી લાવી એકટીવાને ટકકર મારી ચાલક પ્રભાતભાઇ સેેનવાને માથાના ભાગે ઈજાઓ પહોંચાડતા દવા સારવાર અર્થે ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.