ગોધરા તાલુકાના નાંદરખા ગામ બોપાઈ નદીના ચેકડેમમાં સિમેન્ટની થેલીઓ ધોવા ગયેલ 2 પિતરાઈ બહેનોના ડુબી જતા મોત

  • ફાયર બિગ્રેડ દ્વારા બચાવ કામગીરી માટે 1500 રૂપિયા માંગ્યાનો આક્ષેપ

ગોધરા,

શહેરા તાલુકાના નાંદરખા-પોપટપુરા ગામ પાસે બાપોઈ નદીના ચેકડેમમાં થેલીઓ ધોવા માટે ત્રણ પિતરાઈ બહેનો ગયેલ હતી. થેલીઓ ધોતા દરમિયાન એક યુવતિ ચેકડેમમાં ડુબતા બચાવવા માટે અન્ય બે યુવતિઓ પણ જતા ત્રણ યુવતિઓ ડુબવા લાગી હતી. ગ્રામજનો દોડી આવી એક યુવતિને બચાવી લેવાઈ જયારે બે યુવતિઓના મૃત્યુ થયા હતા. ચેકડેમમાં ડુબતી યુવતિઓને બચાવવા માટે ગોધરા ફાયરબ્રિગેડને ફોન કરતા આવવા માટે 1500 રૂપિયાની માંગણી કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના નાંદરખા-પોપટપુરા ગામ પાસે આવેલ બોપાઈ નદીના ચેકડેમમાં ગઈકાલે બપોરના સમયે ચેતના રાઠવા(ઉ.વ.17), આશયના રાઠવા(ઉ.વ.17), અને નીના રાઠવા(ઉ.વ.17) પિતરાઈ બહેનો સિમેન્ટની થેલીઓ ધોવા માટે ગયેલ હતી. ચેકડેમમાં સિમેન્ટની થેલીઓ ધોતી વખતે એક પછી એક ત્રણેય બહેનો પાણીમાં ડુબવા લાગી હતી. આ ધટનાની જાણ આજુબાજુના રહેતા લોકોને થતાં યુવતિઓના પરિવારને જાણ કરતા યુવતિઓનો પરિવાર પણ દોડી આવ્યો હતો. સ્થાનિક લોકો પૈકી એક યુવાને ચેકડેમમાં ઝંપલાવી નીના રાઠવાને બચાવી લેવામાં આવી હતી. જયારે અન્ય બે પિતરાઈ બહેનો પાણીમાં ડુબી ગઈ હતી. ચેકડેમમાં શોધખોળ બાદ બંને બહેનોના મૃતદેહ મળી આવ્યા હતા. એક જ પરિવારની બે યુવતિઓની મોતને લઈ શોક છવાયો હતો. આ ધટનાની જાણ ગોધરા તાલુકા પોલીસને થતાં ધટના સ્થળે દોડી આવી હતી. નાંદરખા-પોપટપુરા ગામે બાપોઈ નદીમાં ચેકડેમમાંથી ડુબેલી યુવતિઓને બચાવવા માટે પરિવારજનોએ ગોધરા ફાયર બિગ્રેડને જાણ કરી હતી ત્યારે ફાયરબિગ્રેડવાળાએ રૂ.1500ની માંગણી કરી હતી તેવા આક્ષેપ કર્યા અને કહ્યુ કે, ફાયરબ્રિગેડને લઈને અમારી દિકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે.

બોકસ :
ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા નાંદરખા ગામે ચેકડેમમાં ડુબેલ યુવતિઓને બચાવવા માટે 1500 રૂપિયાની માંગણી કરી હોય તે અંગે ફાયર ઈન્સ્પેકટર સોલંકીને પુછતા જણાવ્યુ હતુ કે, 108 એમ્બ્યુલન્સમાંથી ફોન આવ્યો હતો ગોધરાથી પોપટપુરા આવવાની નિયમ મુબજ 1500 રૂપિયા ચાર્જ ફી માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીને વાત કરી હતી. ફાયર બિગ્રેડ ધટના સ્થળે જાય તે પહેલા યુવતિઓને પાણીમાં બહાર કાઢી લેવાઈ હતી. – ફાયરબિગ્રેડ કર્મચારી