ગોધરા તાલુકાના નદીસર પેટેના પતરાના મુવાડાના લાભાર્થીઓને સુર્યા ફાઉન્ડેશનમાંથી સહાય અપાવવાના નામે 25,500 ઉઘરાવી છેતરપિંડી કરતા દંપતિ વિરુદ્ધ ફરિયાદ

ગોધરા,ગોધરા તાલુકાના નદીસર પેટેના પતરાના મુવાડા ગામે આરોપી ઈસમો સંબંધિઓને વિશ્ર્વાસમાં લઈ સુર્યા ફાઉન્ડેશન કંપનીમાં ગુજરાન ચલાવવા માટે સહાય આપે છે. સહાય મેળવવા માટે લાભાર્થી દીઠ 1000/-રૂ.જમા કરાવ્યા પછી કંપની દ્વારા 85,000/-મળી જશે તેમ કહીને લાભાર્થીઓ પાસેથી ઓનલાઈન તેમજ રોકડા રૂપિયા 25,000/-લઈ નાણાંકિય સહાય નહિ આપી છેતરપિંડી વિશ્વાસધાત કરતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના નદીસર પેટેના પતરાના મુવાડા ગામે આરોપી હિમાંશુ નરેશભાઈ બારોટ, ખુશ્બુબેન હિમાંશુ બારોડ એ ફરિયાદ રાવજીભાઈ સોમાભાઈ બારીયા તથા તેમના સંબંધિઓને વિશ્ર્વાસમાં લીધા હતા અ ને જણાવેલ કે, સુર્યા ફાઉન્ડેશન નામની કંપની ગરીબોનુ ગુજરાન ચલાવવા માટે સહાય આપે છે. સહાય મેળવવા માટે એક લાભાર્થી દીઠ 1000/-રૂપિયા જમા કરાવ્યા પછી આ કંપની મારફતે એક લાભાર્થીને 85000રૂપિયા મળી જશે અને વધુ લાભાર્થીઓને કહ્યુ હતુ કે, રૂ.22,500/-જમા કરાવ્યાથી એક લાભાર્થીને રૂ.23,00,000/-ઉપર કંપની મારફતે 45 દિવસ લાભાર્થીને ચેક દ્વારા પૈસા જમાં કરાવી દેવામાં આવશે. તેમ જણાવીને લાભાર્થીઓને વિશ્વાસમાં લઈ ફરિયાદી રાવજીભાઈ બારીયા અને સંબંધિઓમાંથી ઓનલાઈન તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂ.25,500/-લઈ અવાર નવાર ખોટા વાયદાઓ કરી નાણાંકિય સહાય નહિ અપાવી લીધેલ રૂપિયા પરત નહિ કરી વિશ્વાસધાત છેતરપિંડી કરતા આ