ગોધરાના નદીસર ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરનાર સામે ફરિયાદ નોંધાતા ચાર આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી રદ થતાં આરોપીઓ ભુર્ગભમાં.

નદીસર,ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં વિકાસના કામો સ્થળ ઉપર નહિ કરી આચરવામાં આવેલ નાણાંકીય ભ્રષ્ટાચાર સામે આવતાંં તત્કાલીન કર્મચારીઓ તેમજ સરપંચો વિરૂદ્ધ કાંંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસ ફરિયાદ થતાં ચાર કર્મચારીઓ ધરપકડથી બચવા માટે જીલ્લા સ્પેશ્યલ જજ એસીબી અને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તે અરજી ડીસમીસ કરવામાં આવી.

ગોધરા તાલુકાના નદીસર ગામના ગ્રામ પંચાયત દ્વારા 23015 થી 2020ના સમયગાળા દરમિયાન સરકારની વિકાસ યોજના અંતર્ગત લાખો રૂપીયાની ગ્રાન્ટના કામો નહિ કરીને લાખો રૂપીયાની ઉચાપતના કૌભાંડની ફરિયાદ શહેરા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ધ્યાન આવતાંં તપાસ કરવા રજુઆત કરાઈ હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી અને ના.જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં વિવિક યોજનાના વિકાસના કામો સ્થળ ઉપર કરવામાં આવ્યા ન હોય તેમાં સરકારી જવાબદાર અધિકારી દ્વારા ખોટી વહીવટી મંંજુરી લઈ સ્થળ ઉપર કામ થયેલ છે. તેવુંં દર્શાવીને ખોટીએમ.વી.બુકો ભરી કામ થયા છે. તેવું કમ્પલીશન સર્ટી આપીને લાખો રૂપીયાની ઉચાપત જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવેલ હોવાનું ફલિત થતાં ગોધર તાલુકા વિકાસ અધિકારી દ્વારા 11 એપ્રિલ 2023ના રોજ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના સંદર્ભે જીલ્લા પોલીસવડાએ પ્રથમ દ્રષ્ટિએ ભ્રષ્ટાચારનો ગુન્હો બનતો હોય જેથી તપાસ ગોધરા વિભાગ ના.પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડને તપાસ સોંંપવામાં આવી હતી. જેને લઈ આરોપીઓમાંં હડકંપ મચી જવા પામ્યો હતો. કારણ કે, અધિકારી પોતાની આગવી પદ્ધતિથી તપાસ કરતા હોય જેને લઈ ફરિયાદમાંં નોંધાયેલ આરોપીઓ પૈકીના ચંદ્રકાંત વાલજીભાઈ સુથાર (અ.મ.ઈ), અરવિંદકુમાર ગણપતસિંહ ધીંગા (અ.મ.ઈ.), ભુપેન્દ્ર કાંંતિલાલ બારીયા (તલાટી કમ મંત્રી), અમૃતભાઈ પૂનાભાઈ મછાર (તલાટી કમ મંત્રી) દ્વારા વકીલ મારફતે જીલ્લા સ્પેશ્યલ જજ એસીબી અને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન તપાસ અધિકારી પી.આર.રાઠોડ દ્વારા વિગતવાર સોગંદનામું અને તપાસના કાગળો રજુ કરતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વાર દલીલો કરતાં કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજીને ડીસમીસ કરવામાં આવી. આગોતરા જામીન અરજી ડીસમીસ થતાં કૌભાંડ કરનાર આરોપીઓ ભુર્ગભગમાં ઉતરી ગયા છે. કૌભાંડીઓના આગોતરા જામીન અરજી રદ થતાં જીલ્લામાં ભળભળાટ મચી જવા પામ્યો.