ગોધરા, ગોધરા તાલુકાના નદીસર ગામે પટેલ ફળીયામાંં રહેતા ફરિયાદી અને છોકરાની પત્ની ધરે હાજર હતા. તે વખતે ચાર આરોપીએ તેમના ધરે આવીને ગાળો આપતા હોય ગાળો આપવાની ના પાડતા આરોપીએ મારી છોકરીના છુટાછેડાના 10 લાખ રૂપીયા મને આપી દેજે તેમ કહી વહુને ગાળો આપી ગદડાપાટુનો મારમારી ગુનો કરતાં આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિછગતો મુજબ ગોધરા તાલુકાના નદીસર ગામે પટેલ ફળીયામાં રહેતા કોકીલાબેન મોહનભાઇ માછી અને તેમના છોકરાની પત્ની વનીતાબેન ધરે હાજર રહતા. ત્યારે આરોપીઓ વૈશાલીબેન પૂનાભાઇ માછ, પૂનાભાઇ નાનાભાઇ માછી, જીગ્નેશભાઇ માછી, કિશનભાઇ રમેશભાઇ માછી તેમના ધરે આવ્યા હતા અને ગાળો આપતા હોય જેથી ગાળો આપવાની ના પાડતા આરોપી પૂનાભાઈ માછીએ મારી છોકરીના છુટાછેડાના 10 લાખ રૂપીયા મને આપી દે જે તેમ કહી ગાળો આપી હતી અને છોકરાના વહુ વનીતાબેનને ગડદાપાટુનો માર મારી ગુનો કરતાં આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.