ગોધરા તાલુકાના નદીસર ગામમાં વિકાસના કામોના ભ્રષ્ટાચાર ઉચાપત કેસમાં વિજયભાઇ માછીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા

ગોધરા તાલુકાના નદીસર ગામમાં વિકાસના કામોમાં આચરેલ ભ્રષ્ટાચાર અને ઉચાપત કેસમાં મહિલા સરપંચના પતિની ધરપકડ બાદ સેશન્સ જજ ઈન્ચાર્જ પી.એ.માલવીયાની કોર્ટમાં રજુ કરી પોલીસે રીમાન્ડની માંગણી કરતાં આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા.

ગોધરા તાલુકાના નદીસર ગામમાં વિકાસના કામોમાંં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને ઉચાપત કેસમાંં તત્કાલીન સમયના મહિલા સરપંંચ રેખાબેન માછીના પતિ વિજયભાઇ માછી સામે ગુનો નોંધાયેલ હોય આ ગુનામાં વિજયભાઇ માછીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની કસ્ટડી રિમાન્ડ માટે પંંચમહાલ જીલ્લા સેશન્સ જજ ઈન્ચાર્જ પી.એ.માલવીયાની કોર્ટમાં ડી.વાય.એસ.પી. એન.વી.પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. સરકારી વકિલ રાકેશ એસ.ઠાકરો ની વિગતવાર દલીલોને ધ્યાને લઈ આરોપી વિજયભાઇ માછીના પાંંચ દિવસના રિમાન્ડ કસ્ટડી મંજુર કરવામાં આવી.