- 14 અને 15 નાણાં પંચમાં 19 કામો સ્થળ ઉપર નહિ કરી 48.19 લાખની ચુકવણી કરી ઉચાપત કરતા ફરિયાદ.
- ગ્રામ પંચાયતોમાં થતાં ભ્રષ્ટાચારમાં પ્રથમ વખત પોલીસ ફરિયાદ થતાં કૌભાંડીઓમાં ફફડાટ જોવા મળ્યો.
ગોધરા,ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં 2015 થી 2020 સુધી 14માં નાણાંપંચ 16માં નાણાપંચ અને મનરેગા યોજનાના 73 જેટલા કામોની ચકાસણી દરમિયાન 19 જેટલા કામો સ્થળ ઉપર મળ્યા હતા. વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સામે આવતાં ડી.ડી.ઓ. દ્વારા કામોના રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં ભ્રષ્ટાચાર સામે આવતાં તત્કાલીન સરપંંચ અને તત્કાલીન કર્મચારી મળી 12 કૌભાંડીઓ વિરૂદ્ધ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોંધાવા તજવીજ હાથ ધરી છે.
ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતના નદીસર અને છાપરા ગામમાં થયેલ વિકાસના કામોની તપાસ માટે શહેરા ધારાસભ્ય દ્વારા લેખિત રજુઆત કરાઈ હતી. ધારાસભ્યની રજુઆતને ધ્યાનમાં લઈને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા નાયબ ડી.ડી.ઓ.ની અધ્યક્ષતામાં ટીમ બનાવી નદીસર ગ્રામ પંચાયતમાંં વર્ષ 2015 થી 2020 સુધીના 14મા નાણાંપંચ અઅને 15મા નાણાંપંચના વિકાસના કામોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નદીસર ગામમાં થયેલ સીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઈન, બોર કુવા જેવા કામોની તપાસ કરતાં ગામમાં દર્શાવેલલ વિકાસના કામો સ્થળ ઉપર જોવા મળ્યા ના હતા. નદીસર ગ્રામ પંચાયતમાં 2015 થી 2020 સુધી 14મા નાણાંપંચ અને 15મા નાણાં પંચ મળી કુલ 33 વિકાસના કામોની ચકાસણી કરાઈ હતી. તે પૈકી 19 કામો સ્થળ ઉપર થયેલ ન હોવાનું સામે આવ્યું. તેમ છતાં સ્થળ ઉપર ન થયેલ વિકાસના કામોના રૂા.48,19,661/-રૂપીયાની રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું. નદીસર ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારને ગંભીરતાથી લઈ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા નદીસર વિકાસના કામોમાં થયેલ ઉચાપતમાં સંડોવાયેલ અને જે તે વખતે ભ્રષ્ટાચાર આચરનાર તત્કાલીન 1 નિવૃત્ત ના.કા.ઈજનેર, 1 નિવૃત્ત અ.મ.ઈજનેર, તત્કાલીન સરપંચ-2, તત્કાલીન તલાટી કમ મંત્રી-4, તત્કાલીન અ.મ.ઈજનેર-4 મળી કુલ 12 જણા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારી હુકમ કરવામાં આવતાં ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નદીસર ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરનાર 12 જણાં વિરૂદ્ધ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.