ગોધરા તાલુકાના નદીસર ગામમાં સ્વચ્છતાંના અભાવે ગંદકીનુ સામ્રાજય

નદીસર,નદીસર ગામમાં છેલ્લા દસ વર્ષથી બારે માસ ગંદકીની સમસ્યા ઉભી થઈ છે. એક તરફ ગામમાં ગંદકી વગર એકપણ રસ્તો બાકી નથી અને જાહેર માર્ગો પર રોડની બંને તરફ ઝાડી-ઝાંખરા તેમજ ઉબડ ખાબડ રસ્તાથી નાગરિકો પરેશાન થયા છે. આ બાબતે ગામના પ્રવેશ માર્ગ મહાદેવ પાસે પોસ્ટ ઓફિસ આગળ જતા ગ્રામ પંચાયત, સરકારી શાળા, દુધ ડેરી, રામજી મંદિર, પગીવગા, આંટા ફળિયા, માછી વગો, તળાવ ફળિયુ, સભર વાંટો, રાવળ ફળિયુ, પારેખ ફળિયામાં જાહેર માર્ગો પર નાગરિકો દ્વારા બેફામ પાણી વહેવડાવવાના કારણે તેમજ જાહેર માર્ગો પાસે જ કપડા ધોવા, વાસણો માંજવા તેમજ આડેધડ ઢોર બાંધવા તેમજ કોઢના પાણી પણ જાહેર માર્ગો પર વહાવવાના કારણે છેલ્લા દસ-બાર વર્ષથી ગંદકીને ગામને બાનમાં લીધુ છે. જાહેર માર્ગો અને ગામના ફળિયાના માર્ગો પર સરકારી જમીનોમાં ઉકરડાના કારણે ગંદકીમાં વધારો થાય છે. પંચાયત દ્વારા એકાદ બે વખત નોટિસ આપી છે પણ કડક એકશન નહિ લેવાતા ગંદકીએ માઝા મુકી છે.