ગોધરા,ગોધરા તાલુકાની નાની કાંટડી ગામની 100 એકર જમીન પચાવી પાડવાનુંં કાવતરુંં રચનાર 11 આરોપીઓ વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓને ઝડપી જેલના હવાલે કરાયા હતા. તેવા આરોપી ડેલ્ઝાડ રોહીન્ટન અંકલેશ્વરીયા દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. તે જામીન અરજીની સુનાવણી ચોથી એડીશનલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવી.
ગોધરા તાલુકાની નાની કાંટડી ગામની 100 એકર જમીનમાં મુળ વારસદારોના ખોટા વારસદાર બનીને જમીન પચાવી પાડવા આરોપી ડેલ્ઝાડ રોહીન્ટન અંકલેશ્ર્વરીયા (રહે. ગોપીપુરા, પારસીવાડ, સુરત), બિનીતભાઇ શૈલેષભાઇ નાણાવટી, રફીક અહેમદ ઈબ્રાહિમ મલેક, ઈકબાલ અહેમદ મેંદા, સાદીક અબ્દુલ રઝાક અંધી, કાસીમ અબ્દુલ રઝાક અંધી, સહલ સાદીક અંધી, લુકમાન સાદીક અંધી, ખાલીદ અબ્દુલ રઝાક અંંધી, તાહિર અબ્દુલ રઝાક અંધી, ઉમર ફારૂક અબ્દુલ રઝાક અંધી પૂર્વયોજીત કાવતરુંં પાર પાડવા માટે આરોપી ડેલ્ઝાડના નામની ખોટી વારસાઈ કરાવવા માટે ખેાટા પેઢીનામા તેમજ મરણના પ્રમાણપત્રો આધારે ગોધરા તાલુકાના નાની કાંટડી ગામના ખાતા નં.230 અને 238માં હકક પત્રક નામ દાખલ કરવા માટે કૃત્ય કરેલ હતુંં. આરોપી ડેલ્ઝાડ રોહીન્ટન અંકલેશ્વરીયા એ અન્ય આરોપીઓ સાથે મળી જમીન પચાવી પાડવા માટે પોતે સોરબજી આદરજી દલાલના વંશજ હોવાનું પેઢનામું રજુ કરેલ હતું અને ખોટા દસ્તાવેજનો મામલતદાર કચેરી તથા સબ ડીવીઝન મેજીસ્ટેટ અને નાયબ કલેકટર કચેરીમાં સાચા તરીકે ઉપયોગ કરેલ હોય આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે 11 આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા આરોપીઓને ઝડપી પાડીને જેલના હવાલે કરવામાં આવ્યા હતા. આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ડેલ્ઝાડ રોહીન્ટન અંકલેશ્વરીયા એ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી મુકી હતી. તે જામીન અરજીની ચોજી એડીશનલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હાથ ધરતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા વિગતવાર દલીલો રજુ કરતાં દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ડેલ્ઝાડ અંકલેશ્વરીયા ના જામીન અરજી નામંજુર કરવામાંં આવી.