ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામે નર્મદા કેનાલના પાણીમાં પગ ધોવા નીચે ઉતરેલ 45 વર્ષિય વ્યકિત પગ લપસી જતાં કેનાલના પાણીમાં ડુબી જતાં મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામે નર્મદા કેનાલના પાણીમાં છત્રસિંહ કેસરીસિંહ સોલંકી(ઉ.વ.45, રહે.મોટી કાંટડી, ગોધરા)પગ ધોવા માટે નીચે ઉતર્યા હતા. દરમિયાન અચાનક પગ લપસી જતાં કેનાલના પાણીમાં ડુબી જતાં મોત નીપજયું હતુ. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધાવવા પામ્યો છે.