ગોધરા તાલુકાના મોર્યા ગામે 35 વર્ષિય મહિલાએ ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

ગોધરા તાલુકાના મોર્યા ગામે રહેતી 35 વર્ષિય મહિલાએ કોઈ કારણોસર પોતાના ધરમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના મોર્યા ગામે રહેતી સોનાલીબેન મનોજભાઈ ચૌહાણ (ઉ.વ.35)કોઈ અગમ્ય કારણોસર લાગી આવેલ હોય જેને લઈ પોતાના મકાનના પ્રથમ માળે લોખંડની પાઈપ સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવી લેતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.