ગોધરા તાલુકાના મેરપ ગામના લીસ્ટેડ પ્રોહિબીશન પ્રોહિબીશન બુટલેગર અલગ-અલગ પોલીસ મથકમાં વિદેશી દારૂ રાખવાના તેમજ હેરાફેરીના ગુનો નોંધાયેલ હોય એલ.સી.બી.પોલીસે પાસાની દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. આરોપી બુટલેગરના પાસાની દરખાસ્ત મંજુર કરતાં પોલીસે બુટલેગરની અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપ્યો.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના મેરપ ગામે રહેતા લીસ્ટેડ પ્રોહિબીશન બુટલેગર્સ જશવંંતસિંહ ઉર્ફે જશુ પર્વતસિંહ બારીયા સામે ગોધરા તાલુકા, શહેરા અને જાંબુધોડા પોલીસ મથક વિદેશી દારૂ રાખવા તેમજ હેરાફેરીના ગુનાઓ નોંધાયેલ હોય તેવા બુટલેગર સામે પંંચમહાલ એલ.સી.બી.પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ ગોધરાને મોકલી હતી. જીલ્લા મેજીસ્ટ્રેટ આશીષકુમાર તરફ પાસાની દરખાસ્ત મંજુર કરી સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવાનો હુકમ કરેલ હોય એલ.સી.બી.પોલીસે બુટલેગર આરોપી જશવંતસિંહ ઉર્ફે જશુ બારીયાની અટકાયત કરી પાસા હેઠળ સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો.