ગોધરા, ગોધરા તાલુકાના મેરપ ગામે રહેતા ફરિયાદી દુકાનમાં મસાલા લેવા ગયા હતા. ત્યારે આરોપીઓ દ્વારા રિક્ષા લઈ આવ્યા હતા અને આપણો કોર્ટમાં કેસ ચાલે છે. તેમાં સમાધાન કરતો નથી તેમ કહી ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના મેરપ ગામે રહેતા કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ નાયક ગામ દુકાને મસાલો લેવા માટે ગયા હતા. ત્યારે આરોપી રાજેન્દ્ર પ્રતાપભાઈ નાયક રિક્ષા લઈને આવ્યો હતો અને આપણો કોર્ટમાં કેસ ચાલે છે તેમાં સમાધાન કરતો નથી તેમ કહી ગાળો આપી તેમજ બાજુમાં પડેલ લાકડી વડે માર મારી તેમજ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.