ગોધરા,
ગોધરા તાલુકાના મહેલોલ ગામે દુકાન માંથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરી વેચતા હોય તે સ્થળે વેજલપુર પોલીસે રેઈડ કરી 19 રીલ કિંમત 3700/-રૂપીયાના એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા તાલુકાના મહેલોલ ગામ દુકાન ધરાવતા દર્પણકુમાર શાહ પોતાની દુકાનમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય તે સ્થળે વેજલપુર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ચાઈનીઝ દોરીની નાની રીલ 9 અને મોટી રીલ નંગ-10 કિંમત 3700/-રૂપીયાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. ચાઈનીઝ દોરી વેચાણ માટે જયેશભાઈ પટેલ (રહે. રામપુરા) જોડકા એ આવેલ હોવાનુંં જણાવતા વેજલપુર પોલીસે જીલ્લા મેજીસ્ટેટના જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.