ગોધરા,ગોધરા તાલુકાના લાડપુર ગામે ડામોર રાણી પેટ્રોલ પંપ સામે દાહોદ થી ગોધરા જતાં રોડ ઉપર અસ્થિર મગજની અજાણી મહિલા કોઈ વાહન ચાલકે ટકકર મારી મોત નિપજાવતા ફરિયાદ નોંંધાઇ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના લાડપુર ગામે ડામોર રાણી પેટ્રોલ પંપની સામે ગોધરા તરફ જતાં રોડ ઉપરથી અસ્થિર મગજની અજાણી મહિલા જતી હોય તેને કોઈ વાહન ચાલકે અડફેટમાં લઈ મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.