ગોધરા,ગોધરા તાલુકાના કોટડા ગામે બાયપાસ હાઈવે રોડ ઉપરથી પસાર થતાં અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી ટકકર મારી બાઈક સવાર અને પાછળ બેઠેલ યુવાનને ગંંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નિપજાવી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના કોટડા ગામે બાયપાસ હાઈવે રોડ ઉપરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક નંબર જીજે.17.એએ.3770ને પાછળથી ટકકર મારી હતી. જેને લઈ બાઈક ચાલક સુનિલભાઈ રાજુભાઈ બારીયા તથા પાછળ બેઠેલ સચિનભાઈ રમણભાઈ બારીયા બન્નેને ગંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નિપજાવી વાહન ચાલક નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.