ગોધરા તાલુકાના કાંકણપુર વોટર સર્કલ ફળીયાના કુવામાં મરેલા કબુતરોવાળું પાણી સપ્લાય થતું હોય આરોગ્ય માટે હાનિકારક

  • કુવાનું પાણી રીચાર્જ કરી દવા છંટકાવ થાય તેવી માંગ.

ગોધરા, ગોધરા તાલુકાના કાંકણપુર ગામના વોટર વર્કસ ફળીયામાં આવે છે. આ કુવામાં છેલ્લા કેટલાક દિવસથી કબુતર મરીને પાણીમાં કોહવાઈ ગયેલ હાલતમાં હોય જે લોકોના આરોગ્ય માટે હાનિકારક છે. પંચાયતને અવારનવાર રજુઆત કરવા છંતા કાર્યવાહી કરાતી નથી.

ગોધરા તાલુકાના કાંકણપુર ગામના વોટર વર્કસ ફળીયામાં આવેલ કુવાનું પાણી લોકો પીવા માટે પુરવઠો પુરો પાડવામાં આવે છે. આ કુવામાં છેલ્લા ધણા સમયથી કબુતરો મળીને કોહવાઈ ગયેલ હાલતમાં પડયા છે. જેને લઈ જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતમાં જાહેર આરોગ્યને નુકશાન ન થાય તે માટે કુવો રીચાર્જ કરવામાં આવે તેમજ દવા છાંટવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હોય તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કુવામાં કોહવાઈ ગયેલ કબુતરો હટાવીને કુવો રીચાર્જ કે દવાનો છંટકાવ કરવામાં આળશ દાખવી રહ્યું છે. જે લોકોના આરોગ્ય માટે નુકશાનકારક હોય ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કુવામાંં દાવ નાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.