ગોધરા, ગોધરા તાલુકાના કાંકણપુર ગામે ઓડીદ્રા ચોકડી પાસે રાત્રીના સમયે ચાલવા નિકળેલ 42 વર્ષીય યુવાને ઈકો ગાડીના ચાલકે અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી નાશી છુટતાં કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના કાંકણપુર ગામે રહેતા જગદીશભાઈ પ્રભાતસિંહ સોલંકી ઉ.વ.42 રાત્રીના સમયે જમ્યા બાદ કાંકણપુરના ઓડીદ્રા રોડ ઉપર ચાલવા નિકળ્યા હતા. ત્યારે ઈકો ગાડી નંંબર જીજે.17.બીએન.2812ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી જગદીશભાઈને અકસ્માત કરી માથાના ભાગે કાનના ભાગે તેમજ શરીરે ઈજાઓ પહોંચાડી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.