ગોધરા તાલુકાના કાંકણપુર ગામે એમજીવીસીએલ કચેરીમાં ત્રણ આરોપી ઈસમોએ જુનિયર એન્જિનીયરને મારી નાંખવાની ધમકી આપી સરકારી કામમાં અડચણ કરતા ફરિયાદ

ગોધરા તાલુકાના કાંકણપુર ગામે મઘ્ય ગુજરાત વીજ કંપની કચેરી ખાતે કલ્યાણા રાણયાતી મુવાડી ગામના ત્રણ ઈસમો આવ્યા હતા. ફરિયાદી કચેરીના કામમાં હોય તે વખતે ગાળો આપી અમારા વિસ્તારની લાઈટ કેમ ચાલુ કરતો નથી તેમ કહી ફરિયાદીને ત્રણેય ઈસમોએ પ્લાસ્ટિકની ખુરશી છુટ્ટી ફેંકી તેમજ મારી નાંખવાની ધમકી આપી સરકારી કામમાં અડચણ કરતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના કાંકણપુર ગામે આવેલ મઘ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં ફરિયાદી ભાવેશ કુમાર ડી.દવે (જુનિયર એન્જિનીયર) પોતાના દેૈનિક કામગીરી કરી રહ્યા હતા ત્યારે કલ્યાણા રાણીયાની મુવાડી ગામે રહેતા મહેન્દ્રસિંહ દોલતસિંહ ચોૈહાણ, દિલીપસિંહ કિરીટસિંહ ચોૈહાણ, મહિપત વિજયસિંહ ચોૈહાણ કચેરીમાં આવ્યા હતા અને ફરિયાદીને ગાળો આપી તુ અમારા વિસ્તારની લાઈટની લાઈન કેમ ચાલુ કરતો નથી તેમ કહી ભાવેશભાઈ દવેએ લાઈટની લાઈનમાં પ્રોબ્લેમ થયેલ છે અમારો લાઈટ સ્ટાફ ચાલુ કરવામાં રોકાયેલ છે. વહેલી તકે લાઈન ચાલુ કરી દઈશુ તેમ કહેતા ત્રણેય ઈસમો મઘ્ય ગુજરાત વીજ કંપનીની કામગીરીમાં અડચણ ઉભી કરી ઓફિસમાં પ્લાસ્ટિકની ખુરશી છુટ્ટી ફરિયાદીને મારી હતી. અને હાથ મચકોડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે આરોપી ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.