ગોધરા,ગોધરા તાલુકાના હરકુંડી ગ્રામ પંચાયતમાં નરેગા યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થયેલ કામગીરીની તપાસ અર્થે નાયબ જિલ્લા વિકાસ અધિારીને લેખિત રજુઆત કરાઈ છે.
ગોધરા તાલુકાના નદીસર ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર બહાર આવતા જિલ્લા વહીવટી તંત્રને અનેક ગામોમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાના પગલે અનેક ફરિયાદો ઉઠી છે. જેને લઈને હવે ગોધરા તાલુકામાં આવેલી હરકુંડી પંચાયતમાં વર્ષ-2018 થી 2022 સુધીમાં નરેગા યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થયેલ કામગીરીની તપાસ કરવા બાબતે જાગૃત નાગરિક દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે. જેમાં જણાવ્યા મુજબ ચેકવલ તથા પેવરબ્લોકની કામગીરી શરતોને આધિન થયેલ છે કે કેમ તથા બીજા પણ કામોમાં ખોટા સહી સિકકા કરીને મસ્ટર ભરેલા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તથા હરકુંડી ગ્રામ પંચાયતના લેટરપેડ પર ખોટા સહી સિકકા કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જુના આવાસો મંજુર કરેલા હોવાની રજુઆત સાથે તપાસની માંગ કરવામાં આવી છે.