ગોધરા, ગોધરા તાલુકાના ગોઠડા ગયામે બાતમીના આધારે સ્ટે મોનિટરીંગ સેલ દ્વારા રેઈડ કરાઈ હતી. રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂ બીયર મળી 1,39,138/-રૂા.નો જથ્થો તેમજ રોકડા, કાર, મોબાઈલ ફોન મળી 4,32,218/-રૂા.ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ગોઠડા ગામે વાધેશ્ર્વરી ફળીયામાં રહેતા અરવિંદ ઉર્ફે ટીનો રતનસિંહ સોલંકી ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ધંધો કરતા હોય તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂ નાની મોટી બોટલો તેમજ બીયર ટીન મળી કુલ 976 નંગ કિંમત 1,39,138/-રૂપીયા સાથે અરવિંંદ ઉર્ફે ટીનાને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ ઈસમ પાસેથી રોકડા 7,280/, મોબાઈલ ફોન, આઈ-10 ફોર વ્હીલ, ટુ વ્હીલર વાહન-2, ફ્રીજ, ખુરશીઓ મળી કુલ 4,32,218/-રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે કાંકણપુર પોલસી મથકે પ્રોહિબીશન એકટ મુજબ દારૂનો ધંધો ચલાવનાર વોન્ટેડ કલ્પેશ ઉર્ફે લાલો કિરણભાઈ ઠાકોર (ગોઠડા) દારૂ પુરો પાડનાર રૂપેશ (રહે. લીમડી) તેમજ દારૂ લેવા આવનાર મળી પાંચ ઈસમોને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ નોંધાવામાં આવી.