ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે ઝગડાની અદાવતે આરોપીઓએ ફરિયાદીના ધર ઉપર હુમલો કરી સળગાવી દેવાના ગુનામાં 11 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ગોધરા,ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે 2014માં ઝગડો તકરાર કરી અદાવત રાખીને તું પોલીસનો બાતમીદાર છે અને સરપંંચ પદેથી હટાવવા માટે દ્વેષભાવ આરોપીઓ દ્વારા ફરિયાદ પર હુમલો કરી ધર સળગાવી દેવાના ગુનામાં ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનામાં 35 આરોપી વિરૂદ્ધ ફરિયાદનો અને ચાર્જશીટ રજુ કરતાં જીલ્લા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજની કોર્ટમાં સુનાવણી હાથ ધરતાં 11 આરોપીઓને તકસીરવાન ઠરાવીને 10 વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો.

ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે 2014માંં ફરિયાદછી સાથેના ઝગડાની અદવાત રાખી તેમજ તું પોલીસનો બાતમીદાર છે. તેમ કહી આરોપીઓએ ફરિયાદીએ સરપંચ પદે હટાવવા માટે દ્વેષભાવ રાખી આરોપીઓના સગાં સુરતસિંહને ત્યાં પોલીસની રેઈડ કરાવી છે. તેવા આરોપ મુકયા હતા અને ફરિયાદીના ધરે બે પોલીસ કર્મચારીઓ હાજર હતા. ત્યારે 35 જેટલા આરોપીઓ ગેરકાયદેસર મંડળી મારક હથિયારો સાથે ધરોમાં ધસી આવ્યા હતા અને ફરિયાદીને ધારીયા લોખંડની પાઈપ અને લાકડી વડે ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસે 35 આરોપીઓને પકડી પાડયા હતા અને તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં મુકી હતી. આ કેશ જીલ્લા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ પી.વી.વાસ્તવની કોર્ટમાં ચાલી જતાં રેકર્ડ પુરાવા અને સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલોને ધ્યાને લઈ આરોપીઓ મહેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, માધવસિંહ લક્ષ્મણસિંહ સોલંકી, ધમેન્દ્રસિંહ સુરતસિંહ પરમાર, સંજયસિંહ સુરતસિંહ પરમાર, હિતેશકુમાર જસવંતસિંહ પરમાર, જગદીશસિંહ ખુમાનસિંહ પરમાર, અશ્વિનસિંહ કનકસિંહ પરમાર, સુધીરકુમાર કનકસિંહ પરમાર તેમજ ચંદ્રસિંહ ઉદેસિંહ પરમારને તકસીરવાન ઠેરવીને આરોપીઓને 10 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ 90 હજાર રૂપીયા ભોગ બનનારોને ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો.