ગોધરા, ગોધરા તાલુકાના ધુસર ગામે નર્મદા મુખ્ય કેનાલ પાસે 22 વર્ષિય યુવક કુદરતી હાજતે ગયો હતો જયાં પાણી લેવા જતાં પગ લપસી જતાં કેનાલના પાણીમાં ડુબી ગયો હતો. ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ ધટના સ્થળે ઉપર પહોંચી કલાકોની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના બાહી ગામે રહેતા માધવ દિલીપભાઈ ભગોરા પોતાની માસીના ધરે ધુસર ગામે આવ્યો હતો. જયાં પોતાની માસીના ધરે ધુસર ગામેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પાસે પોતાના મિત્ર સાથે કુદરતી હાજતે ગયા હતા ત્યારે કેનાલમાં પાણી લેવા જતાં અચાનક પગ લપસી જતાં કેનાલમાં ડુબી ગયા હતા. આજુબાજુના લોકોએ ગોધરા ફાયર બિગ્રેડને જાણ કરતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ માધવ ભગોરાનો મૃતદેહ બહાર કાઢીને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.