ગોધરા તાલુકાના ગદુકપુરના 28 વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલમાં દાખલ કરતા સારવાર દરમિયાન મોત

ગોધરા, ગોધરા તાલુકાના ગદુકપુર ગામના 28 વર્ષીય યુવાન દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ જ્યાં ફરજ પરના મહિલા તબીબ દ્વારા મૃત જાહેર કરાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ગદુકપુર ગામે રહેતા હિંમતભાઈ દિનેશભાઈ નાયક ઉ.વ.28ને 11 જુલાઈના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. રાત્રીના સમયે તબીયત બગડતા ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવતાંં હાજર મહિલા તબીબ દ્વારા તપાસ કરી મરણ ગયેલ જાહેર કરાયો હતો.