ગોધરા તાલુકાના ધાનિત્રા માલના મુવાડા ગામે આધેડને પેટમાં દુ:ખાવા બાદ સારવાર માટે લઈ જતા રસ્તામાં મૃત્યુ હનપજયું

ગોધરા,ગોધરા તાલુકાના ધાનીત્રા માલના મુવાડા ગામે રહેતા બાબુભાઈ બારીયા ગોધરા તાલુકા પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના 70 વર્ષીય પિતા શનાભાઈ સુકાભાઈ બારીયાને ગત 2 તારીખે સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં પેટમાં એકાએક દુખાવો ઉપડયો હતો, તેમજ શ્ર્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ હતી. જેને લઇને તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે કાંકણપુર ખાતે આવેલા દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે વધુ સારવાર અર્થે ગોધરાની સીવીલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રીફર કર્યા હતા. પરંતુ રસ્તામાં જ શનાભાઈનું મૃત્યુ નીપજયું હતું. ત્યારે સમગ્ર બનાવને લઈને ગોધરા તાલુકા પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવા પામી છે.