ગોધરા,ગોધરા તાલુકાના દરૂણીયા ગામ માંથી પસાર થતી નેશનલ હાઈવે 148 અને નદી માંથી કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે રેતી અને માટીનુંં ખનન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દરૂણીયા પંચાયતના સરપંચ દ્વારા ગેરકાયદેસર માટી અને રેતી ખનન અટકાવવા માટે પંચમહાલ જીલ્લા ખાણ ખનિજ વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે.
ગોધરા તાલુકાના દરૂણીયા ગ્રામ પંચાયત વિસ્તાર માંંથી પસાર થતા નેશનલ હાઈવે 148 અને દરૂણીયા ગામની નદી માંથી કેટલાક ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી અને માટીનું ખનન કરવામાં આવી રહ્યુંં છે. ગોધરાના દરૂણીયા ગામ માંથી પસાર થતા નેશનલ હાઈવે 148માં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અમુક ઈસમો દ્વારા જમીનનું
બારોબાર વેચાણ અને નોટીસ ઉપર આદિવાસી લોકોની સહીઓ કરાવી આવી જમીનમાંથી માટીનુંં વેચાણ કરવામાં આવી રહ્યું છે અને દરૂણીયા ગામ માંથી પસાર થતી નદી માંથી ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ દરૂણીયા પંચાયતના સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે થઈ રહેલા માટી અને રેતી ખનનને રોકવા માટે જીલ્લા ખાણ ખનિજ વિભાગને લેખિતમાંં રજુઆત કરવામાં આવી છે.