ગોધરા,
ગોધરા તાલુકાના ચુંદડી (ગઢ) ગામે રહેતા 18 વર્ષીય યુવક ખેતરમાં આવેલ કુવામાં મુકેલ મોટર ચાલુ કરી ખેતરમાં પાણી મુકી બંધ કરતી વખતે કરંટ લાગતા મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ચુંદડી (ગઢ) ગામે રહેતા સતિષભાઈ અર્જુનભાઈ પટેલ ઉ.વ.18 પોતાના ખેતરમાં આવેલ કુવામાં મુકેલ મોટર ચાલુ કરી ખેતરમાં પાણી મુકયા બાદ મોટર બંધ કરતી વખતે અકસ્માતે મોટરનો વીજ કરંટ લાગતાં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે અ.મોતનો ગુનો નોંધાવા પામ્યો.