ગોધરા તાલુકાના છારીયા ગામે અમને પૂછયા વગર તમારી જમીન કેમ વેચી તેમ કહી મારમારતાં ફરિયાદ

ગોધરા,ગોધરા તાલુકાના છારીયા જાંબુડી ફળીયા ગામે દુકાન ઉપર બે આરોપીએ ધારીયુંં અને લોખંડની પાઈપ લઈ આવ્યા હતા અને તમારી જમીન અમને પૂછયા વગર વેચાણ કેમ કરેલ છે. તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના છારીયા જાંબુડી ફળીયામાં ફરિયાદી યાકુબ અબ્દુલ સત્તાર હોકલા દુકાન ઉપર હતા. ત્યારે આરોપીઓ મોહમંદ અબ્દુલા હોકલા, સોયેબ મોહંમદ હોકલા (રહે. કાલીયાકુવા,ગોધરા) હાથમાં ધારીયું અને લોખંડની પાઈપ લઈને આવ્યા હતા. તમારી જમીન અમને પૂછયા વગર ગામમાં વેચાણ કેમ કરેલ છે. તેમ કહેતા ફરિયાદીએ જમીન સંમતિથી ચાર વર્ષ અગાઉ વેચાણ કરી છે. તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ગાળો આપી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.