ગોધરા તાલુકાના છકડીયા ચોકડી કેનાલ પાસે 45 વર્ષીય વ્યકિતએ દવા પી લેતાં સારવાર દરમિયાન મોત

ગોધરા,ગોધરા તાલુકાના છકડીયા ચોકડી કેનાલ પાસે જાલીયા પેટેના પનાના મુવાડા ગામે રહેતા 45 વર્ષીય વ્યકિતએ કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી જતાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના છકડીયા ચોકડી કેનાલ પાસે રમેશભાઇ શંકરભાઇ પરમાર ઉ.વ.45 (રહે. જાલીયા પેટેના પનાના મુવાડા)એ કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી જતાં તેઓને દવા સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું છે.