ગોધરા,ગોધરા તાલુકાના ચંચોપા ગામે રહેતા 25 વર્ષીય યુવકે કોઇ કારણોસર પોતાના ધરે ટ્રેકટરમાં ભરવા લાવી મુકેલ ડિઝલ પોતાના શરીરે છાંટી સળગી જતાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ચંચોપા ગામે હાથ દરીયા ફળીયામાં રહેતા સમરસિંહ બાબુભાઇ બારીયાનો 25 વર્ષીય પુત્ર જગદીશભાઇએ કોઈ અગમ્યકારણોસર પોતાના ધરે ટ્રેકટરમાં ભરવા માટે ડિઝલ લાવીને મુકી રાખેલ હોય તે ડીઝલ પોતાના શરીરે છાંટી સળગી જતાં ગંભીર રીતે દાઝી જતાં દવા સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.