ગોધરા, ગોધરા તાલુકાના ચંચેલાવ ગામની સીમ માંથી ફરિયાદી નદી ખરીદ કરેલ સુપર સ્પ્લેન્ડર બાઈક પાર્સીંગ કરાવ્યા વગરની લઈ પસાર થતા હો ય તે દરમિયાન બે અજાણ્યા ઈસમો પોલીસ યુનિફોર્મ પહેરેલ હોય તેઓએ બાઈક ઉભી રખાવી કાગળો અને લાઈસન્સની માંગણી કરતાં લાઈસન્સ કે કાગળો હમણા ન હોવાનું જણાવતા બાઈક ગોધરા પોલીસ મથકે લેવા આવજે તેમ કહી લઈ જતાં ફરિયાદીએ પોતાના ઓળખીતા પોલીસ કર્મીને ફોન લગાવતા બે ઈસમો ફોન ઝુંટવી લઈ બાઈક અને મોબાઈલની લુંટ કરી જતાં આ બાબતે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ચંચેલાવ ગામની સીમ માંથી મુકેશ ખુમાનસિંહ ડામોર પોતાની નવી ખરીદી કરેલ સુપર સ્પ્લેન્ડર પાર્સીંગ વગર 13 જુનના રોજ ગામેથી વડોદરા મજુરી કામે જતા હતા. ત્યારે ચંચેલાવ સીમમાં પોલીસનું યુનિફોર્મ પહેરેલ બે ઈસમો પોલીસનો દંંડો બતાવી બાઈક ઉભી રખાવી હતી. મુકેશભાઈ ડામોર પાસેથી બાઈકના કાગળો માંંગતા બાઈક નવી છોડાયેલ હોય જેથી કાગળો અને લાઈસન્સ ન હોવાનું જણાવ્યું હતું. તે સાથે બાઈક ઉપર બાઈક લઈ લીધું બાઈક ગોધરા પોલીસ મથકે આવી લઈ જશે તેમ કહેતા મુકેશભાઈએ પોતાના ઓળખીતા પોલીસ કર્મચારીને મોબાઈલ ઉપર ફોન લગાવતા આરોપી ઈસમોએ મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો અને બાઈક અને મોબાઈલ ફોન 15,000/-રૂપીયા મળી કુલ કિંમત 1,11,000/-રૂપીયાના મુદ્દામાલની લુંટ કરી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.