ગોધરા, ગોધરા તાલુકાના ભામૈયા ગેસ ગોડાઉનથી થોડા આગળ આવતા રોડ ઉપરથી ફરિયાદી પોતાની બાઈક લઈને રાણાદેવ મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યાર ઈકો ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક સાથે અકસ્માત કરી ઈજાઓ પહોંચાડી વાહન મુકી નાશી જતાં ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ભામૈયા ગામે ગેસ ગોડાઉનથી થોડા આગળ આવતા રોડ ઉપરથી લખનભાઇ ગણપતભાઇ બારીયા પોતાની બાઈક નં. જીજે.17.બીકે.0284 ઉપર રાણાદેવ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ઈકો ગાડી નં. જીજે.17.બીએન.8972ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંંકારી લાવી લખનભાઇ બારીયાને હાથના ભાગે તેમજ શરીરે ઈજાઓ પહોંચાડી ઈકો ચાલક વાહન સ્થળ ઉપર મુકી નાશી છુટતા આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.