ગોધરા તાલુકાના ભામૈયા (પશ્ચિમ) ગામે તળાવમાં પૂજાપો પધરાવવા ગયેલ પિતા-પુત્રીનું તળાવ ના ઉંડા પાણીમાં ડુબી જતાં મોત

  • પિતા-પુત્રીના મોતના પગલે નાના સરખા ગામમાં માતમ પ્રસરી જવા પામ્યો.

ગોધરા,ગોધરા તાલુકાના ભામૈયા(પશ્ચિમ) ગામે રહેતા પિતા અને પુત્રી તળાવમાં પૂજાપાનો સામાન તળાવમાં પધારાવા ગયા હતા. પૂજાપો પધરાવાવા પુત્રી તળાવમાં ઉતરી હતી. દરમિયાન પુત્રીના પગ ઉંડા ખાડામાં પડતા ડુબવા લાગી હતી. પુત્રીને બચાવવા પડેલ પિતા પણ તળાવના પાણીમાં ડુબી જતાં પિતા-પુત્રીનું ડુબી જતાં મોત નિપજાવા પામ્યું હતું. ધટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવી તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢી પી.એમ.અર્થે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ભામૈયા (પશ્ચિમ) ગામે ઠાકોર ફળીયામાંં રહેતા બળવંતસિંહ ઠાકોર અને તેમની પુત્રી પ્રજ્ઞા બળવંતસિંહ ઠાકોર ઉ.વ.22 રવિવારના દિવસે 11 કલાકે ભામૈયા (પ)ગામે આવેલ તળાવમાંં પૂજાનો સામન પધરાવવા માટે પિતા-પુત્રી આવ્યા હતા અને પ્રજ્ઞાબેન પૂજાના સામાન પધારવવા માટે તળાવના પાણીમાં ઉતરી હતી. તે દરમિયાન પ્રજ્ઞાબેનનો પગ તળાવમાં ઉંંડા ખાડામાં પડતા પાણીમાં ડુબવા લાગી હતી. નજીક ઉભેલ પિતા બળવંતસિંહ ઠાકોર પોતાની પુત્રીને પાણીમાં ડુબતી જોઈને તળાવમાં ઉતર્યા હતા. પુત્રીને બચાવવાનો પ્રયત્નો કર્યો હતો. પરંતુ પુત્રીને બચાવવાના પ્રયત્નો કરતાં પિતા પણ ઉંડા પાણીમાં ડુબવા લાગ્યા હતા. ડુબતા પિતાએ બચાવવા માટે બુમો પાડતા હતા પરંતુ કોઇ આવીને બચાવે તે પિતા-પુત્રી બન્ને તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રામજનોને જાણ થતાં ગામના લોકો દોડી આવ્યા હતા અને તરવૈયાની મદદથી તળાવમાં શોધખોળ કરીને પિતા-પુત્રીના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા. પિતા-પુત્રીના કરૂણ મોતને લઈ નાના સરખાંં ગામમાં માતમ પ્રસરી જવા પામ્યો હતો. પિતા-પુત્રીના મૃતદેહ પી.એમ.અર્થે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ નોંંધાવા પામી છે.