ગોધરા તાલુકાના બેઢીયા ગામનો અને વડોદરા મઘ્યસ્થ જેલમાં સજા કાપતો કેદી પેરોલ રજા પુરી થતાં હાજર નહિ થઈ ફરાર થઈ જતાં ફરિયાદ

ગોધરા,ગોધરા તાલુકાના બેઢીયા ગામના આરોપી મઘ્યસ્થ જેલમાં સજા ભોગવતો હોય અને ગુજરાત હાઈકોર્ટમાંથી દસ દિવસના પેરોલ રજા પર મુકત થઈ પેરોલ રજા પુરી થયા બાદ જેલમાં હાજર નહિ થઈ ફરાર થઈ જતાં આ બાબતે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

વિસ્તૃત માહિતી પ્રમાણે ગોધરા તાલુકાના બેઢીયા ગામના આરોપી વડોદરા મઘ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદી નં.-87595 રોશન ઉર્ફે નાનાભાઈ નટવરભાઈ ચોૈહાણ ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકના કેસમાં બીજા એડિશનલ સિવિલ મેજીસ્ટ્રેટ કોર્ટ દદ્વારા તા.13/07/2023ના રોજના ચુકાદામાં ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તથા 15 હજારનો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ 8 માૃની સજા ફરમાવેલ હતી. કેદી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પેરોલ અરજી કરતા 14/03/2024ના હુકમથી 10 દિવસના પેરોલ રજા ઉપર મુકત કરેલ અને 19/03/2024ના રોજ પેરોલ રજા પુરી થતી હોય અને પેરોલ કેદી જેલમાં હાજર નહિ થઈ ફરાર થઈ જતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે વડોદરા મઘ્યસ્થ જેલમાં હુકમથી ફરિયાદ નોંધાવવા પામી છે.