ગોધરા તાલુકાના બખ્ખર ગામના વૃદ્ધનુ શંકાસ્પદ કોરોનાથી મોત

ગોધરા,ગોધરા તાલુકાના બખ્ખર ગામના 60 વર્ષિય એક વ્યકિતનુ શંકાસ્પદ કોરોનાની સારવાર દરમિયાન વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં મૃત્યુ નીપજયું હતુ. પંચમહાલ જિલ્લામાં કોરોનાથી એક વ્યકિતનુ મૃત્યુ થયુ હોવાનુ પ્રકાશમાં આવ્યુ છે.

ગોધરા તાલુકાના બખ્ખર ગામના 60 વર્ષિય રતનસિંહ મગનસિંહ નાવીને શંકાસ્પદ કોરોના થયા બાદ વડોદરા ખાતે આવેલી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે તા.8 એપ્રિલે તેઓનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. બીજી તરફ આ વ્યકિતના મૃત્યુને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે.