ગોધરા તાલુકાના બખ્ખર ગામે રોડ ઉપર બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને માથાના ભાગે તેમજ શરીરે ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના બખ્ખર ગામે રોડ ઉપરથી બાઈક નં.જીજે-17-સીએફ-5103ના ચાલક અશ્ર્વિનભાઈ લક્ષ્મણભાઈ બારીયા પોતાના સાંઢુના ધરે બખ્ખર ગામે જવા નીકળ્યા હતા. ત્યારે આરોપી ઈસમ પોતાની બાઈક નં.જીજે-17-બીપી-1807ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અશ્ર્વિનભાઈ બારીયાની બાઈક સાથે અકસ્માત સર્જાતા અશ્ર્વિનભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. અકસ્માત સર્જી બાઈક ચાલક નાસી જતાં આ બાબતે ફરિયાદ નોંધાવવા પામી છે.